કોણ આ પડઘાય છે વરસાદમાં?
આંખ ભીની થાય છે વરસાદમાં!
કોઇ ગોરંભાય છે અમથું અને,
કોઇ વરસી જાય છે વરસાદમાં!
ક્યાંક ટહુકો સાંભળું તો થાય કે,
ગીત ઈશ્વર ગાય છે વરસાદમાં!
દોસ્ત!તડકી-છાંયડીના ભાવ પણ,
સાવ સરભર થાય છે વરસાદમાં!
જે તને ફરિયાદ કરવાની હતી,
એ ગઝલ થઈ જાય છે વરસાદમાં!
-હર્ષા દવે.