લખુ શબ્દો ને પુષ્પ થઇ ખીલે
લખુ શબ્દો ને પુષ્પ થઇ ખીલે
બની પ્રેરણા આવી કોઇ મળે.
વિચારોની આ વૃષ્ટિ ચોક્કસ થશે
ભીંજવતું ચોમાસું બની કોઇ મળે.
લખવા કલમ લગભગ તૈયાર છે
લાગણીની સ્યાહી લઇ કોઈ મળે.
આ સુંદર સવારને શબ્દ બૂંદે મઢવા
ઉઠતાં જ કોઇ હવે ગરમ ચા સાથે મળે.
ક્ષણે ક્ષણને પાંખો આપી દેવી છે
કોઇ ઉડાન કાજે એક આકાશ લઇ મળે.
આ જીંદગીનું ચિત્ર રંગ રંગ કરવાની છે એક આશ
ઝબોળી પીંછી સ્નેહે કોઇ “નીલ ” બારણાની ટકોર બની મળે.
નિલેશ બગથરિયા
“નીલ “