હું અહીં છું અને ક્યાંક જિંદગી છે !
મારા માટે બસ તમારી બે આંખ જિંદગી છે ;
ઘણો ઝઝૂમ્યો છું આ વાંકાચૂંકા રસ્તાઓ પર,
દરેક ડગલે એક નવો વળાંક જિંદગી છે !
તમારા મોભાને જાહેર ના કરશો બિરાદર,
નજર લાગી જશે કોઇની, જરા ઢાંક, જિંદગી છે ;
સૌ કોઇ કર્મોનું ફળ, અહીં જ ભોગવવાના છીએ,
સારા-નરસાં સઘળા પાંસાંનો ગુણાંક જિંદગી છે :
આ મોકો હાથમાંથી ન સરકવા દે તું ‘મન’
જો સામે ઉભી, નીશાનો તાંક, જિંદગી છે :
રાજેશ પી. હિંગુ ‘મન’