જિંદગીના પાના એટલા કોરાં,
અને લખાણ લખવા એમાં;
બે શબ્દો નામના તમારા;
યાદ આવીયાં ત્યારે શાહી ખૂટી પડી..!
અહીં-તહીં શોધ કરી,
અને લખાણ લખવા ફરી;
બે શબ્દો નામના તમારા;
શાહી ભરી આવીયાં ને કલમ તૂટી પડી..!
જરા વિચાર કરી,
રક્ત હાથોમાં વહાવી, હોઠો પર અમારા;
બે શબ્દો નામના તમારા;
પ્રેમથી આવીયા ત્યારે કિતાબ છૂટી પડી..!
જિંદગી વિખેરાઇ ગઇ, જાણે
છૂટા કાગળ સાથે, જાણું નવ સમાશે
હવે જિંદગીમાં મારી…
ફરી કદી આ નામ આપનું … “”
રાજેશ પી. હિંગુ ‘મન’