પ્રેમમાં પડીને પ્રેમ શું ? એ પ્રેમનો અર્થ સમજાઇ ગયો,
કે પ્રેમ જ એવો પ્રેમ છે, જે પ્રેમથી પ્રેમ થઇ ગયો ;
પ્રેમને જોઇને પ્રેમ ક્યાંક પ્રેમથી છૂપાઇ ગયો,
ન મળે જો પ્રેમ પ્રેમને, સમજો પ્રેમ કપાઇ ગયો,
પ્રેમ વિનાનો પ્રેમ શોધું જે પ્રેમથી પ્રેમ ખોવાઇ ગયા,
કે પ્રેમ જ એવો પ્રેમ છે, જે પ્રેમથી પ્રેમ થઇ ગયો :
પ્રેમ જો પ્રાપ્ત થશે જીવનમાં તો પ્રેમથી પ્રેમની વાત કરીશ,
પ્રેમભર્યા દિલમાં રાખીને પ્રેમને, પ્રેમથી આઝાદ કરીશ !
પ્રેમરૂપી જગમાં પ્રેમથી વિરહીશ, પ્રેમનો જ સાક્ષાત કરીશ,
પ્રેમ જો પ્રાપ્ત થશે જીવનમાં તો પ્રેમથી પ્રપ્રેમની વાત કરીશ :
પ્રેમ પામવાની આશમાં ને આશમાં, પ્રેમ અટુલો રહી ગયો !
કે, પ્રેમ જ એવો પ્રેમ છે, જે પ્રેમથી પ્રેમ થઇ ગયો :
રાજેશ પી. હિંગુ ‘મન’