પડેલો પેટમાં ખાડો, અને માણસ પથારી વશ.
બળે છે મૌનમાં રાડો, અને માણસ પથારી વશ.
તમેં તો જીવવાના નામ પર, આપી હતી લાલચ,
છતાં દેખાય છે પાડો, અને માણસ પથારી વશ.
કહે છે આમથી કાપો, અલ્યા બાંધો અને સીવો,
વ્યથાનો ઉમટયો વાડો, અને માણસ પથારી વશ.
અમે તો શ્વાસ માગ્યા’તા, ઉછીના આંગણું જોવા,
ભલે તે વેતર્યો આડો,અને માણસ પથારી વશ.
ચરમ સીમા હતી, કે જીવ એનો પીપળે અટક્યો,
તમે એ ઝાડને ફાડો, અને માણસ પથારી વશ.
-હાર્દિક પંડ્યા