મને સંભારણામાં શીદ ને રાખ્યો
અતિતનો સ્વાદ ભલમનસાંઇને ડંખ્યો
બઘું છોડી પછી અતિની ગતી થંભી
મુજ ઉપવને પર્ણના ભારને પાડ્યો
…
ગયા અટકી બધા સપના ખુલા નયને
દિલમહીના ગમ્યું ને નયનને ખટક્યો
તમારી લાગણીના મુળ ન સમજાયા
સમજદારી થકી મુળથી છોડને વાંઢ્યો
ઘર તણી વાત ધરમાં સાચવી સારી
મહોલ્લા,નગરસીમ,સરહદને છાંડ્યો
‘નરેન’તમે સરળ માનવ હતા ને છો
તમારો સરળ અભિગમ લોકને ડંખ્યો