મર્મ ને સમજ !
નામ ના મર્મને સમજ મનવા,
મેલીને સઘળાં ,હું પદ ,દમામ .
જીવ તારે પહોંચવું છે હરિ ને ધામ !
આ માયા જૂઠી ને ,નામ નાશવંત ,
જીવન પથ છે દુર્ગમ.
મન સૂકાઈ જાય ,આશાઓ પજવે,
તને બચાવી શકે ભગવંત !
અગમ-નિગમને પરખ મનવા,
ખેલ કપટના છોડી દે તમામ !
જીવ તારે પહોંચવું છે હરિ ને ધામ !
આ ‘હું ‘ આ ‘મારું ‘, બન્યું બિચારું,
ઘડી જાગી ગઈ ,બાહિર ને ભીતરે !
પવન લહેરે ,ચારે દિશાઓ ઝૂમે,
ભાગવા માંડયું છે નઠારું !
સમ દુઃખી ના લોચન લૂ ને મનવા,
ભીડવી છે તને ભવોભવની હામ.
જીવ તારે પહોંચવું છે હરિ ને ધામ !
આઠે પ્હોર ઉભરાય અવનવા મનોરથો,
છેલ્લા શ્વાસે પણ એષણાઓ પજવે.
મર્મ કેમે સમજાય નહીં ,જીવ તરફડે,
ચારે બાજુ બરાડા પાડે અનર્થો !
હરિનું શરણ ,એનું મર્મ સમજ મનવા,
આવી ગયું હવે તારું મુકામ,
જીવ તારે પહોંચવું છે હરિ ને ધામ !
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘