મતલબથી જો દૂર થઇ શક્યો નહીં
આનંદથી સંબંધે મહાલી શક્યો નહીં.
ગણતરીથી જીવતરના વર્ષો ગયા ઘણાં
ગણિત આ મારૂં ક્યારેય સુધારી શક્યો નહીં.
પામવામાં જ છે મજા સમજ ઘુસી મનમાં
પછી દેવા કશું આ હાથ કદી ઉઠાવી શક્યો નહીં.
છે સૌના હાથ કબરમાં ખાલી..વાંચી ગયો
ને મતલબે હૈયે આ કંડારી શક્યો નહીં.
મતલબે કર્યા મજહબ રોજે જુદા જુદા
ખુદા છે એક ખ્યાલ અપનાવી શક્યો નહીં.
મતલબની હદ વટાવી ચૂક્યો ક્યારનો “નીલ ”
ને માટે જ આ માણસની ઓળખ આપી શક્યો નહીં
નિલેશ બગથરિયા
“નીલ “