મૌનની જો એક ભાષા હોય છે
મૌનની જો એક ભાષા હોય છે
સમજાય તો ચઢીયાતી હોય છે.
શબ્દ સુવાસિત તો ચોક્કસ હોય છે
માણો તો મૌનની એક મહેક હોય છે.
આમ તો વાત ભાષા થકી ઉજળી હોય છે.
છતાં નિ:શબ્દ વાત ક્યાં નબળી હોય છે?
પ્રેમ લખ્યો વંચાય છે ચોક્કસ આમ તો
છતાં છલકતો આંખોથી છવાયેલો હોય છે.
માણસને ભાષા ગમતિલી ખરી “નીલ ”
ને છતાં મૌનમાં પણ એ નિખરતો હોય છે.
નિલેશ બગથરિયા
“નીલ “