મેઘાણી સ્મૃતિ વંદના
ઓ મેઘાણી તું ચાંદો સૂરજને ઝાલાવાડી નૂર ;
તારા ગીતોમાં લથબથ છે શબ્દોની સાથે સૂર ,
ઓ મેઘાણી તું ચાંદો સૂરજને ઝાલાવાડી નૂર ;
ધોતી ખમીસ સફેદ કોટ ને ચોકડી વાળો સાફો ;
કેસરી સાવજ જેવી ચાલ માફક પડતો તારો માભો ,
ઘણણણ ડુંગરે ડુંગરે હરતો ફરતો તું ભરપૂર ;
ઓ મેઘાણી તું ચાંદો સૂરજને ઝાલાવાડી નૂર .
ગીતોના લયમાં તું મન મોર બની કલરવ કરે ,
માતૃભૂમિ કાજે યૌવન રંગ કસુંબલ નો જામ ભરે ,
છેલ્લો કટોરો આપી તું શાયર થયો મશહૂર
ઓ મેઘાણી તું ચાંદો સૂરજને ઝાલાવાડી નૂર .
ધરતીના ધાવણ પીને પ્રગટાવ્યા માનવતાના દીવા ;
સોરઠાં દુહાને સંતવાણીમાં ખેંચી મોટી જીવા ,
તારી કલમથી લોકસાહિત્યનો વડલો થયો ઘેઘૂર
ઓ મેઘાણી તું ચાંદો સૂરજને ઝાલાવાડી નૂર ;
કાયમ હજારી અને કવિ જલરૂપ