જગે મિત્ર એક બંધન વિનાનો નાતો છે
છતાં કહી શકાય એમાં કેવી મજાની ભાતો છે.
રંગહીન લાગતા આ જીવતરે
મિત્રતાની જ રંગભરી વાતો છે.
વિકટ પરિસ્થિતિ વિચલિત કરે ખરી
પણ મિત્રો થકી સુધરતી હાલાતો છે.
સંબંધ નથી કશો ને બંધન નથી તોય છે મોજ
કારણ આ જીવતરે મિત્રોની જમાતો છે.
આ અંધારું પણ ગમે છે હવે ભારી
રૂડું કારણ એ છે કે મિત્રો સાથે રાતો છે.
આ જીંદગીની સફર ચોક્કસ અધરી લાગત “નીલ ”
પણ આ જીવતરે મિત્ર સંગની સવલતો છે.
રચના:નિલેશ બગથરિયા
“નીલ “