રાત-દિવસ બસ તમારા જ વિચાર કરે છે આ મારું મન ;
તમારા મનની આંખો સાથે વાતો કરે છે આ મારું મન :
હજારોની સંખ્યામાં એકમાત્ર તમને સ્વીકારે છે આ મારું મન ;
સાચું કહું છું તમારી યાદમાં જ જીવે છે આ મારું મન :
ક્ષણ તો શું ? આખો જન્મારો, તમને જ શોધશે આ મારું મન ;
કોઇને આપવું નથી માત્ર તમને જ મળશે આ મારું મન :
ખોવાય નહી એ માટે ઘણું સાચવ્યું છે આ મારું મન ;
ચોર બનીને આવો જીવનમાં, ચોરી લો આ મારું મન :
રાજેશ પી. હિંગુ ‘મન’