નજાકત ભરી એ નિગાહેં મરાયો
નજાકત ભરી એ નિગાહેં મરાયો
ફરી એક દિલ એજ રાહેં મરાયો
ચરણ આપ પંથે ન લાવી શકાયા
જગતના જ વહેતા પ્રવાહે મરાયો
ફરે એક ગોળો જનમથી નિરંતર
ન અટકી શકે એજ દાહે મરાયો
ખરેખર વિયોગી હતો એતો જોગી
ઉંમરભર આ કેવા વિવાહે મરાયો
સલાહકાર ખંડિત સલાહે જ ઊભા
કદી પણ ન લીધી સલાહે મરાયો
કાસિમ શેખ “સાહિલ “