નર્મદ
શબ્દોની સરવાણી નર્મદ,
ગુર્જરની એ વાણી નર્મદ.
ગામે ગામે વહેતી ભાષા,
સરિતાનું એ પાણી નર્મદ.
હૈયાથી હૈયાની વાતો,
શબ્દે શબ્દે માણી નર્મદ.
પીગળ,નાટક,નિબંધમાં છે,
ઉર્જાની ઉજાણી નર્મદ.
ગૌરવ ગાથા માતૃભૂમિની,
દુનિયાને સમજાણી નર્મદ.
-હાર્દિક પંડ્યા ‘હાર્દ’