નીકળ્યો છું..
મળે જીત કે હાર ખબર નહીં
શમરાંગણના સાદે નીકળ્યો છું.
આવે કોઇ સાથમાં તો ઠીક છે
ધરી હિંમત એકલપંડે નીકળ્યો છું.
વાર પાછળથી ફાવ્યો નહીં કદી
આજ સામી છાતીએ નીકળ્યો છું.
કહેવાતા સગાઓ સામે હોય ખરા
પણ કૃષ્ણનું ગીતા જ્ઞાન લઇ નીકળ્યો છું.
કશું આમ તો હું કરતો નથી છતાં “નીલ ”
નિમિત છું ઇશનો જાણી કર્તવ્ય બજાવવા નીકળ્યો છું.
નિલેશ બગથરિયા
“નીલ “