ચ્હેરા બધાં તારા મળે, તારે નગર,
નજરું તને શોધ્યાં કરે, તારે નગર
શોધ્યા કરું હું ચિહ્ન,ત્યાં આવી મળે,
કાગળ એ તુજ હસ્તાક્ષરે, તારે નગર
એ આંખમાંથી સ્નેહ ટપકે છે સતત,
મીઠી નજર પણ ઘા ભરે તારે નગર
અરમાન લઇને પંખી ચાહે ઊડવા
સંભાળ ! પાંખો ફરફરે તારે નગર
ત્યાં સ્પર્શ હુંફાળો ફરી તારો થયો,
સંવેદના સૌ સળવળે, તારે નગર
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’