પ્રણયની અસર સૌ ગુલાબી ગુલાબી
ગુજરતી પળે પળ નવાબી નવાબી
નજરથી નજર જયાં મળી જો તમારી
ઝૂકી પાંપણો થઈ નકાબી નકાબી,
હથેળી દબાવીને અણસાર દીધો
એ સ્પર્શો મુલાયમ જવાબી જવાબી
હતો ગાઢ આશ્લેષ એ બાહુઓનો,
ધડક સ્પંદનોની હિસાબી હિસાબી
છું ગાલે ગુલાબી, અધર પર છે લાલી
થયું મુખડું મારું શરાબી શરાબી,
~ પૂર્ણિમા ભટ્ટ