જવું ક્યાં હવે? એ વિચારે પ્રણયમાં,
પડ્યાં છો તમે ભર બજારે પ્રણયમાં.
કરો કંકુના, હોઠ લાલી સજાવી,
મળે હમ સફર કોઇ, જ્યારે પ્રણયમાં.
ઢળે સાંજ, તો રાત સૂની વિતાવો,
સનમ ઝંખના છે, સવારે પ્રણયમાં.
વહી ના શકો, જો નદી જેમ સામે,
ઉભા શું રહ્યા છો? કિનારે પ્રણયમાં.
ઉપર આભલું ને ધરા દેખ નીચે,
હશે આપનું, અમ્ સહારે પ્રણયમાં
===========
ડૉ પિનાકીન વી પંડ્યા