પ્રણયની કથાઓ વિવાદે ચઢી છે…
પ્રણયની કથાઓ વિવાદે ચઢી છે.,
તે ક્ષણ પાલખીમાં વિષાદે ચઢી છે.
અલગ રાખ બારીને તું ભીડ જોવા,
નજરમાં બધાની તું મોઢે ચઢી છે..
લલાટે નથી સાથ તારો ને મારો,
હથેળીની રેખાઓ જંગે ચઢી છે.
મને શેરમાં દાદ આપે કદી નહિ,
ગઝલ વાહ માટે તો ડૂસકે ચઢી છે..
“મા” ભૂખી સુતી છે,ખબર ક્યાં કોઈને ?
સવારે ફરીથી તે કામે ચઢી છે..
રૂપાલી ચોકસી “યશવી”