રક્ષા ઇચ્છતી હરપળ
તાંતણો ભલેને સૂતરનો હોય
પણ અંતરની કામના કેવી મજબૂત હોય.
નિશ્ચિંત થઇ જતો ભયલો કેવો આખું વર્ષ
જ્યારે બાંધે રાખડી રક્ષાની બેનડી.
હોય નાનો કે મોટો
જીંદગીની દરેક પળે…
એક ટૂકડો ચાખે ચોકલેટનો બેનડી
ને ચાહે બાકી આખી રહે ભયલાની.
જો ચિંતાઓ ને દુ:ખ હોય તો
સઘળી લઇ લેતી બેનડી.
વાગે જ્યારે ઠેસ ને દુ:ખે અંગૂઠો તોય
” ખમ્મા મારા વીરાને! ” બોલતી બેનડી.
ખબર છે એને ભયલો હવે ખૂબ મોટો થયો છે
દુઃખો અને સમસ્યાઓ સામે લડી શકે છે;
છતાંય હેતથી વર્ષો વર્ષ રક્ષાસૂત્ર બાંધતી બેનડી.
જન્મથી જ બધું જ ગમતું એને આપતી
ક્યારેય રડવા ભયલાને ન દેતી….
“સઘળા આંસુઓ મારા
અને સઘળી ખુશીઓ તારી”-કહીને..
હમેશાં ઓવારણા લેતી…
કહે “નીલ ”
ખમ્મા ઘણી ખમ્મા તને બેનડી!
નિલેશ બગથરિયા
“નીલ “