આંગણામાં રોજ રોજ બેસીને ગુંથેલી રજ્જાઈઓ રામની
તારલાના તેજ થકી હળવેથી ખોલેલી રજ્જાઈઓ રામની
રામ નામે સોય લઈ દોરી લીધી પાતળી સંગાથમાં
જાડેરા કપડે મેં ઝીણેરા બખિયાથી પોટલીઓ ગૂંથી મેં હાથમાં
સતના સહારે દુઃખ, દર્દ ઉકેલે એ બોલી રજ્જાઈઓ રામની ….
આંગણામાં રોજ રોજ……
સતસંગી સઘળાંએ સાથે બેસીને હરિ હરિ નામ અમે જપતાં
રોજ રોજ આવીને હરખાતાં હરિવર અમરતનું ચાપું ચખાડતાં
સતસંગના આંગણે હરિ હરિ બોલતાં ડોલી રજ્જાઈઓ રામની
આંગણામાં રોજ રોજ……
ઉગતાં એ પ્હોરમાં ગાર – માટી ,વાસીદા આંગણિયે કરતાં અમોજી
લોટ દળી , પાણી ભરી રામ કહી કામ કરી કિલ્લોલ કરતાં અમોજી
રામ નામ નામ કહી ભરચક એ નામ ભરી ઝોલી રજ્જાઈઓ રામની…
આંગણામાં રોજ રોજ……
– હર્ષિદા દીપક