તું મમ્મી પપ્પાની વ્હાલી વ્હાલી,
બેના તારી વાણી કાલી કાલી
તું મમ્મી પપ્પાની વ્હાલી વ્હાલી
બાંધ રાખડી, લે ઓવારણાં મારાં,
આપી દે આજ મને દુ:ખડાં તારાં
બે’ના આખા જગતમાં તું છે નિરાલી
તું મમ્મી પપ્પાની વ્હાલી વ્હાલી
ભીંતોને મારશે તું કંકુ થાપો,
રોશે ગામનો ચબૂતરોને ઝાંપો.
આંગણું થઇ જાશે ખાલી ખાલી,
તું મમ્મી પપ્પાની વ્હાલી વ્હાલી.
કવિ જલરૂપ