રોજ શબ્દો થઈ, કલમ સ્પર્શ્યા ન કર,
હું ગઝલ છું, મારી તું ચર્ચા ન કર,
આયનો તો સત્ય બોલે છે સદા,
ફોસલાવી બિંબને,વાર્તા ન કર,
કાંકરીચાળે વમળ જળમાં કર્યા,
પારદર્શક જળની તું ઈર્ષ્યા ન કર,
ભીંત કરગરતી રહી ઘોંઘાટને,
તું હથોડો કાનમાં માર્યા ન કર
ભાનમાં તો ક્યાંથી આવે એ ફુલો !
બાગમાં ટહુકા બધાં,વેર્યાં ન કર
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’