સમયની ક્ષણોને મૂકો પીંજવાનું,
નિયત રાખવું એકડો ઘૂંટવાનું,
પ્રતીક્ષાની પળ પળ સળગતી રહે છે
કહો મનને ધીરજનું જળ સિંચવાનું,
કરી વાયદો પણ એ મળવા ન આવ્યાં
સ્મરણની શૂળોને રહ્યું ચુંટવાનું,
વિજોગણ થઈ રાત પડખાને વીંધે,
કરે કામ ચાદર સતત પીંખવાનું,
અમાસી આ રાતો કરે છે સિફારસ,
શું મારે હવે ચાંદને લૂંટવાનું ?
સિફારસ. એટ્લે ભલામણ
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’