“સંભવમી યુગે યુગેને” સાર્થક બનાવી શકે,
એવી રાધાની અપ્રિતમ આરાધના છે.
ઇચ્છાની ચારધામની જાત્રા પુરી થયા પછી,
મારા અરમાનોનું એક નવું સૌંદર્યધામ છે.
એની આંખોમાં મસ્તી તણો બહાર જુદો છે
ફેલાયેલા કેશમાં નવી સુંગધનો સાર છે
કલ્પનાઓથી પર એ જિંદગીની શરાબ છે
એ મારા શાનભાન ગુમાવવાનું પ્રમાણ છે
જિંદગીમાં તમામ વાત એક જ શબ્દમાં છે
એની એક જ’હા’માં આખી કથાનો સાર છે
(નરેશ કે.ડૉડીયા)