સાંજનાં દીપકમાં જલવાં આગિયા આવી ગયાં;
સાંજનાં દીપકમાં જલવાં આગિયા આવી ગયાં;
જીવવું પણ અન્ય કાજે એવું કંઈ ચિંધી ગયાં.
દીપ પણ નિર્મમ નહોતો એટલે પૂછતો હતો–
હું બળું છું એમ જાણી ઠારવાં કૂદી ગયાં?
એકલું બળવું છે ઉત્તમ અન્યને બાળ્યાં વિના;
તેજ જેવું ઉદ્ભવે છે એટલું જાણી ગયાં.
કેમ છો એવું ય પૂછે એવી ક્યાં કોઈ તમા?
શું સળગવુ: શું સળંગાવું છે એ પામી ગયાં.
દિલ સમું દીવેલ છે ને વાટ છે; દીવાસળી–
આગને ભેટી જવાને આંખને ઝંખી ગયાં.
ગુણવંત ઉપાધ્યાય