શબ્દ જેવું શ્વાસમાં રોપાય છે
તો કલમથી ટેરવે ફૂટાય છે,
મૌન થઈ વાચા બધી રુંધાય છે,
ત્યાં ગઝલથી કાગળે ઉતરાય છે,
ચોતરફ કલરવ ઘણો ટહુકાય છે,
જયાં વસંતી ડાળખી ફેલાય છે,
વૈભવી જળ બિંદુ ત્યાં ઝળકાય છે,
સપ્ત રંગો સૂર્યથી ઢોળાય છે
કાગળે જયાં વાદળા ચિતરાય છે,
વ્હાલથી આ આયખું ભીંજાય છે
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’