શું જાળ નાખવાની તમારી મમત હતી?
ને માછલીનું એમાં ફસાવું, શરત હતી?
ઈચ્છાઓએ તરસનાં સમંદર પીવા પડ્યા,
હરણાંને ઝાંઝવાની, શું એવી અછત હતી ?
વાદળનું તાપમાન હવે માયનસ થયું,
સ્મરણોની થીજવની પ્રક્રિયા સતત હતી
કંઇ સ્પંદનો રોકી મેં રાખ્યાં છે ભીતરે,
શું સ્ટેચ્યુ થઇ જવાની અમસ્તી રમત હતી?
કાગળનો તરફડાટ સહન ક્યાં સુધી કરું?
જયાં શબ્દ ને કલમની વચાળે લડત હતી.
પૂર્ણિમા ભટ્ટ. ‘તૃષા’