શું થયું ?
કિસ્મતે બદલી તાસીર તો કહી ન શકાય કશું
રહી રહીને પણ એને ન આવી યાદ તો શું થયું?
તલપ હજીયે એવી ને એવી છે જુઓે
દરકાર એણે જરાય ન કરી તો શું થયું?
રાહ જોવાનું આ આંખો થાકીને પણ ચૂકી નથી
શમણે એણે કરી હોય બાદબાકી તો શું થયું?
લીલો ખૂણો અમે તો હજીયે સાચવીને બેઠા
એણે ઉગવાનુ છોડી દીધી હોય તો શું થયું ?
કરી છે અમે તો પ્રીત પાકે પાયે “નીલ ” ને કરતા રહેશું?
વિધિની વક્રતાએ કદાચ એને ચણતર નબળું લાગ્યુ તો શું થયું?
નિલેશ બગથરિયા
“નીલ “