આ સુવાસ જો જરા! જાણીતી છે
ચોક્કસ હવા એને અડી આવી છે.
ભીતર શમણાંનો નાદ સંભળાય છે
ચોક્કસ કોઈ ગીતની કડી એને મુખે આવી છે.
ઓસાણ આજ ભારી અકળાવે છે
ચોક્કસ હાજર એ ગલી નાકે થવાની છે.
જાગતી રાતો ઘણી મળી આવશે આમ તો
છતાં એક સવારે તો એ રૂબરૂ થવાની છે.
ઉપવન થવાની વાત જ્યારે નીકળી છે “નીલ ”
ગમતું પુષ્પ બની એ જીવતરે સુવાસ ફેલાવાની છે.
નિલેશ બગથરિયા
“નીલ “