કદી લઈ સ્વપ્ન આસ્વાદ કરજે
કદી લઈ સ્વપ્ન આસ્વાદ કરજે,
મળે લાગણી તો અનુવાદ કરજે.
મળી જાય મોટી સફળતા તને તો,
મને એજ ક્ષણ પર ફરી યાદ કરજે.
તને એમ લાગે નથી કોઈ સાથે,
પછી ઈશ સામે તું ફરિયાદ કરજે.
હશે કોઈ ખંડર થવાની ઘડીએ,
સજીવન કરી સ્પર્શ જયનાદ કરજે.
ક્ષિતિજ મૌનનું લઈ બહાનું ફરે છે,
તું સંધ્યા થઈ પ્રેમ સંવાદ કરજે.
-હાર્દિક પંડ્યા