વારે રોજ જડતો એ ટહુંકો ખોવાયો છે
વસંતમા પાનખરનો ભાવ કેવો ઉચકાયો છે
નથી ઝરણું વહેતું રોજ કલરવનું ડાળીએ
હવે એ ડાળનો નાતો પક્ષીને ભૂલાયોછે
અહીં ભીંજાઇ પાંપણની બધી કેડી પાણીથી
રસ્તો પણ આસુઓથી સાફસુથરો ધોવાયો છે
બધા એ મોર ભીતે ચીતરાયા ભાદરવાના
જુવો ને હાથિયો મૌસમ વિના ગોંરંભાયો છે
હતી બેધડક ત્યાં આવન અને જાવન મારી પણ
હવે સંચાર-બંધીનો જ લીટૉ દોરાયો છે
હજી પરિચય અને પરિણય બધી મૌસમ તાજી છે
અને શાયર જુવોને..આપનો તો હેવાયો છે
(નરેશ કે.ડૉડીયા)