તમારાં સ્મરણનાં વમળ સૌ ડૂબાડે છે
ને એકાંત પળ પળ મને તો પખાળે છે.
નજરનું એ મળવું પલકને ઝુકાવીને,
અદા એવી કાતિલ આ દિલને સતાવે છે,
અહેસાસ કેવો અનેરો હથેળીમાં,
ધબકતાં નવાં સ્પંદનોને જગાડે છે,
અધરનો થયો સ્પર્શ જયાં જયાં ભીનો ભીનો,
એ ત્યાં ત્યાં નવી કૂંપળૉ ને ઉગાડે છે
ગગનથી પછી જળ ભર્યા વાદળો વરસ્યા,
તરસતી ધરાનાં એ તળને પલાળે છે
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’