તને અમૂલ્ય એવું એક જણ કહું,
કે સતત વહેતી કોઈક ક્ષણ કહું.
સમસ્ત બ્રહ્માંડમાં તું જ દેખાય,
તને આ કહું, તને પેલું પણ કહું.
સ્નેહ મહેકતો રહેશે જીવનભર,
સુગંધભર્યું એવું હું આંગણ કહું.
સમાયો જેમાં પરમાત્મા જાતે જ,
સુંદર એવું ઈશ્વરીય હું કણ કહું.
એકાત્મ થઈ પામ્યો ખુદને ‘અખ્તર’
આ સબંધને અનોખું શરણ કહું.
‘અખ્તર’ ખત્રી