થતું હોય જે, તે થવાનું, થવાદે
કશું કયાંય તારૂં જવાનું,થવાદે.
હતી ધારણા એ , ફકત હું કરૂં છું
કરે છે બધું એજ છાનું , થવાદે.
હતી ફૂલ ને કયાંય ખુદની ખબર પણ
છતાં ખુશ્બૂ કાઢે ન બ્હાનું, થવા દે.
નહોતી ખબર કેમ દીપક બુઝાયો..
પછી નામ દે એ હવાનું,થવા દે.
હતી પ્યાસ ‘ચાતક’ તને કૈં જનમથી
વરસતી કૃપા પણ ન માનું,થવા દે.
વિનોદ માણેક ‘ચાતક’