આ ઘર કે પેલુ ઘર
પણ એ હોવું જોઈએ મારૂ ઘર,
અમારૂ ઘર, આપણું ઘર,
જ્યાં સલામતી અનુભવાય,
જ્યાં શાંતિ પમાય,
જ્યાં આનંદ ઉભરાય,
જ્યાં પોતાપણાને પમાય,
તેમાં જીવાય,
તેમાં વિસ્તરાય,
તેમાં ખિલાય,
બસ, એવું છે મારૂ ઘર.
મિત્રોના દમ ઉપર છે અણનમ અમારી છાતી
મિત્રો છે પદ મીરાંના મિત્રો ભજન પ્રભાતી મિત્રોના દમ ઉપર છે અણનમ અમારી છાતી મિત્રોએ સાચવ્યો છે લથડી પડયો હું...