એક ગઝલ લખી ત્યારે શાયરી શું છે ? સમજી ગયા :
પ્રિયા તમે મળ્યા તો અમે, જિંદગી શું છે ? સમજી ગયા :
ન હતી દિલને આશ કોઇ, ન હતી હોઠોને પ્યાસ કોઇ,
તમે જો વસ્યા ધડકનમાં, ગતિ શું છે ? સમજી ગયા :
પ્રેમને તો અમે માત્ર, કલ્પનામાં જ નિહાળ્યો હતો,
તમને જોયા એકવાર તો, આશિકી શું છે ? સમજી ગયા :
અમે તો મિત્રતાનો મતલબ એક મુલાકાત સમજતા રહ્યા !
તમે જો આવ્યા જીવનમાં, દોસ્તી શું છે ? સમજી ગયા :
એક ગઝલ લખી ત્યારે શાયરી શું છે ? સમજી ગયા :
પ્રિયા તમે મળ્યા તો અમે, જિંદગી શું છે ? સમજી ગયા :
રાજેશ પી. હિંગુ ‘મન’