તારા વિરહની શું વાત કરૂ, મે કેમ રાતો વિતાવી?
એ હક્કીકતોના બયાન આંસુઓના ઉત્સવોમાં ઉજવાય છે
વંસતને વિદાય કરી છે લીલા તોરણે તું જાણે છે
તારા વિના પ્રણયના આંગણે પાનખરનો ઉત્સવ ઉજવાય છે,
ભેંકારતા ભાસતી રાતોને એકલતા એકીશ્વાશે હાંફતી હતી
ઉજાગરા ભરેલી આંખોમાં હવે વેદનાઓના ઉત્સવ ઉજવાય છે
સુરજની રોશનીમાં દેખાતા લાલ ચણોઠીના ખેતરો આંખોને
પરોઢના નમીમાં હવે સુરજના તાપનો ઉત્સવ ઉજવાય છે
સમી સાંજના ઉજાસમાં આખેં આવતા અંધારા અમાપ
ગુજારેલા સમયના અંજવાળાનો અંધારામાં ઉત્સવ ઉજવાય છે
તારા ગયાના દિવસો ગણવા અટપટા લાગે છે કેમ
જામની પ્યાલીઓ સાથે હવે ખ્યાલોના ઉત્સવ ઉજવાય છે
મારા ચોપડે તારા નામના ખાતે બોલે છે ઉધારી અનેક
પાછી નહી વળે ત્યાં સુધી ગણતરીના ઉત્સવ ઉજવાય છે.
– નરેશ કે. ડૉડીયા