વિતેલી ક્ષણોની સદી લઇને આવે
વિતેલી ક્ષણોની સદી લઇને આવે,
જીવનની સનમ સંગતિ લઇને આવે,
નજર પણ ઝુરે છે ઝલક એક માટે,|
ખભે સ્વપ્નની પાલખી લઇને આવે,
પિપાસા પિછાણી યૂગોની તરસતી,
છલકતી ઉરે લાગણી લઇને આવે,
ગુજરતી હતી રાત ખુલ્લી પલક પર,
ધવલ સ્નેહની ચાંદની લઇને આવે
હું રેલાઇ જાઉ બની સ્વર કવનનો,
સૂરીલી સભર રાગિણી લઇને આવે,
રે’ વ્હેતું સદા યે ઝરણ તુજ પ્રણયનું,
ગઝલ ભાવમાં આશિકી લઇને આવે,
કરે દંભ ઓઢીને સૌ અંચળૉ પણ,
જમાનો હવે આંકણી લઇને આવે
પૂર્ણિમા. ભટ્ટ ‘તૃષા’