પહેલા તો એમની અમી નજરના પલકારા ઝબકાઇ ગયા,
પછી એમનું મન ગભરાયું, એ પણ થોડાં ગભરાઇ ગયા ;
હું તો ખુદૃને વીસરી ગયો નિહાળી એમનું રુપ મધુર…
જોઇને મુંજને એ પણ, જરાક એવા મલકાઇ ગયા ;
હાથ બતાવી ક્ષણવારમાં ક્યાંક એ ખોવાઇ ગયા !!!
હું તો હજી શોધું છે ‘મારું મન’ ક્યાં એ લઇ ગયા !!!
રાજેશ પી. હિંગુ ‘મન’