મારા વિચારો શુદ્ધ કરનારાં તમે છો,
મારી દુનિયા બદલનારા તમે છો,
હું કાદવ ભરેલું ખાબોચિયું અને કમળ તમે છો,
મારા અંધકારમય જીવનને ઉજ્જવળ કરનારા તમે છો :
દોસ્તીનો અર્થ સમજાવનારા તમે છો,
સાચી દિશા સૂઝાડનારા તમે છો,
હું છું ઘણો ગૂંચવાડા ભરેલો અને સરળ તમે છો,
મારા અંધકારમય જીવનને ઉજ્જવળ કરનારા તમે છો :
મારી દલીલો સાંભળનારા તમે છો,
તકલીફમાં મને સાચવનારા તમે છો,
હું છું વાસી શાકભાજી અને તાજાં ફળ તમે છો,
મારા અંધકારમય જીવનને ઉજ્જવળ કરનારા તમે છો :
પ્રેમની ભાષા શીખવનારા તમે છો,
મારા સપનાં સજાવનારા તમે છો,
ચોમાસામાં થતો ભેજ હું અને ઝાંકળ તમે છો,
મારા અંધકારમય જીવનને ઉજ્જવળ કરનારા તમે છો :
સદા સ્મીત છલકાવનારા તમે છો,
સદા પ્રીત વરસાવનારા તમે છો,
હું બે કદમ પાછળ રહું અને આગળ તમે છો,
મારા અંધકારમય જીવનને ઉજ્જવળ કરનારા તમે છો :
મારી ભૂલ ભૂલનારા તમે છો,
મને સાથ આપનારા તમે છો,
હું છું અધૂરા અક્ષર અને કાગળ તમે છો,
મારા અંધકારમય જીવનને ઉજ્જવળ કરનારા તમે છો :
રાજેશ પી. હિંગુ ‘મન’