વસંત અને પાનખર, છે સાવ જ પાસપાસે;
પાનખરમાં જ વસંત નથી ફોરતી શું?
પાનખર જ તો પર્ણોને ખેરવીને, કૂંપળ નવી જન્માવતી.
દિવસ અને રાત્રી, છે સાવ જ પાસપાસે;
રાત્રીમાં જ દિવસ નથી દિસતો શું?
રાત્રી જ તો અંધકારને લઈ સમેટીને, સૂર્યને આવકારતી.
ભરતી અને ઓટ, છે સાવ જ પાસપાસે;
ઓટમાં જ ભરતી નથી ભરેલી શું?
ઓટ જ તો દરિયાની વિસ્તારીને સીમા, પાણીને ઝીલતી.
મુક્તિ અને બંધન, છે સાવ જ પાસપાસે;
બંધનમાં જ મુક્તિ નથી સમાયેલી શું?
બંધન પ્રેમનું જ તો અપાવતું,અસલ જીવ્યાનો અહેસાસ.
જીવન અને મૃત્યુ, છે સાવ જ પાસપાસે;
મૃત્યુમાં જ જીવન નથી જન્મતું શું?
મૃત્યુ જ તો છે એક અટલ સત્ય, નવજીવનને પામવાનું.
~ ડો. ગીતા પટેલ