પરિચય
પરિચય છે મંદિર માં દેવો ને મારો
અને મસ્જિદ માં ખુદા ઓળખે છે..
નથી મારુ વ્યક્તિત્વ છાનુ કોઇથી
તમારા પ્રતાપે બધા ઓળખે છે..!!
કવિ જગત ડોટ કોમ આ સાઇટ ઉપર ગુજરાતી, હિન્દી, ઈંગ્લીશ, ઉર્દુ જેવી બધી જ ભાષાના કવિઓને ઉત્તમ પ્લેટફોર્મ આપીશું અને એ પણ નિઃસ્વાર્થ.
Founder & Owner:
શ્રી વિઝન રાવલ (Vision Raval) એક ટેક્નોલોજી તથા પ્રોસેસ કન્સલ્ટન્ટ હોવા સાથે એક સાહિત્ય પ્રેમી વ્યક્તિત્વ ધરાવે છે જેમણે આંતરાષ્ટ્રીય ઇન્ફ્રોમશન ટેક્નોલોજી અને બિઝનેસ પ્રોસેસ ઈમ્પ્રુવમેન્ટ વિષય પર પુસ્તકો લખેલ છે. તેઓ MSc QPM, MBA, Six sigma MBB, PGD – IPR, Kaizen and. B.com જેવી પદવી ધરાવે છે અને અમદાવાદ ખાતે આઇટી કન્સલ્ટિંગ, વી હેલ્પ ફાઉન્ડેશન અને Vision Incorp સાથે સંકળાયેલા છે.
History:
વિઝન રાવલ દ્વારા 2010 થી સંચાલિત અને ભૂતકાળ માં “બ્લોગોત્સવ” તરીકે જાણીતા ” કવિજગત ડોટ કોમ” પોર્ટલમાં ચિરાગ ભટ્ટ દ્વારા સંચાલિત ફેસબુક અને વર્ડપ્રેસ બ્લોગ “શબ્દસંહિતા”ના કવિઓ 2017 માં જોડાઈ અને ગુજરાતી ગુજરાતી અને હિન્દી સાહિત્યરસિકો માટે રસથાળ પીરસી આપ્યો જયારે અનીશ વાઢવાણિયા દ્વારા અંગ્રેજી સાહિત્યની અનેક કૃતિઓ પણ કવિજગત માં પીરસાઈછે.
Content Contributors & Supporters:
Mrs Radha Joshi Thaker
Mr.Vishwas
Mr.Rohit Kumar
Mr.Anish Vadhvaniya
Miss.Kalyani Bhavsar
Mr.Chirag Bhatt
આ સૌ મિત્રોએ સાથે મળી ને સાહિત્યકાર અને શ્રોતા નો સંગમ કરાવવા નો સંકલ્પ લીધો છે અને તેને સાર્થક કરવા નો એક વિશાળ પ્રયાસ એટલે ‘Kavijagt.com’. કવિમિત્રોના સમાગમથી ગુજરાતી સાહિત્ય અવશ્ય શોભી ઉઠશે નો વાયદો છે.