બંધ દરવાજા વાળા રૂમમાં
કાશ કોઈ નાની એવી બારી ખૂલી જાય.
ઝડપથી ફુંકાતી હવાથી મોસમમાં,
કાશ કોઈ ખુશ્બુ ભળી જાય.
વરસાદના એ સ્વચ્છ છાંટાથી,
કાશ જમીનનો હર એક કણ શુદ્ધ થાય.
જવાબદારીના બોજામાં દબાયેલ,
કાશ કોઈ પક્ષી આઝાદ થઈ જાય.
મીલો સુધીનો સફર કરીને,
કાશ કોઈ અચાનક આપણું મળી જાય.
– સુનિલ ગોહિલ