મુલાયમ સ્વપ્નમાં ડૂબી ગયા છે,
અમારા દોસ્તો રૂઠી ગયા છે.
પરીણામો મળે છે રોજ એના,
લિસોટા સાંપ,જે મૂકી ગયા છે.
કમાશે નામ સરકારો અહિંથી,
નવા સૂરજ હવે ઊગી ગયા છે.
અકલમંદો જ ગઝલોના હૂનરમાં,
ઈશારામાં ઘણું સમજી ગયા છે.
કથા, તકરીર કરનારા એ પોપટ,
કવર મળ્યા પછી ઊંઘી ગયા છે.
વજન એવું છે, કે એની નજરથી,
પહાડો ભલભલા ઝૂકી ગયા છે.
સિદ્દીકભરૂચી