હવા સાથે અમે ગાતા ગીતડાં,
ગલીએ સૌ અમે ભેગા મીઠડા.
અનેરી લાગતી એ પળ, આજ પણ,
હવે મળશે..? અનેરા એ વીરડા.
કહોને આજ આવે તે સૌ અહીં–
મને મળવા, કહે છે તે મીંદડા.
અમે રમતા મજાની રમતો, તમે–
શુ? રમતોની મજા માણી ઠીંગણા.
ન માણી તો માણીલે તું પણ,
પછી આ નૈ મળે અવસર મીઠડા.