બચેલા સમયમાં હું,
મનાવી રહું અવસર..
વધેલા પ્રણયમાં હું,
મનાવી રહું અવસર.
હરખ રંગને ઢાળી ,
તરસ જીંદગી વાળી..
મથેલા વિનયમાં હું,
મનાવી રહું અવસર.
મનન ભાવનાં કોરી,
ચમન ફાગતાં ફોરી…
ચગેલા મલયમાં હું,
મનાવી રહું અવસર.
મરમ નાવડી મારી,
ભવરણે રહે તારી..
સજેલા હ્દયમાં હું,
મનાવી રહું અવસર.
ઘડપણે રહીને કોકિલા,
બચપણું પામી…
થયેલા વિજયમાં હું,
મનાવી રહું અવસર.
– કોકિલા રાજગોર