અબજપતિ હું, નગરપતિ હું, અહંકારી અવસ્થા છે.
ધુણી ને જો ધખાવી, વાહ, અલગારી અવસ્થા છે.
ચહેરા એમ ઓઝલ થાય, જાણે ઝાંઝવા રણનાં.
નશીલા જામની છે આ અસર, ભારી અવસ્થા છે.
ભલેને હાથ માણસ છોડતો, સ્વભાવ છે એનો.
અતુટ વિશ્વાસ ભોલે પર, હવે સારી અવસ્થા છે.
જરા ત્યાગી જુઓ દંભી મુખોટા, ને જુઓ દર્પણ.
શિવાના સાંનિધ્યમાં તો, નિરાકારી અવસ્થા છે.
મલંગી થઇ ભજે રુહ, આદિયોગીને સતીભાવે.
પછી સમજાય, મનની શાંતિ એ પ્યારી અવસ્થા છે.
બીના ગોસ્વામી…”રુહ”