અહીં ઝેર હળાહળ પીવાય તો આવજો,
ને સત્ય વાત સાંભળી શકાય તો આવજો.
આમ તો જગતમાં ઓળખાય છે જ બધા,
પણ તે છતાંય માણસ થવાય તો આવજો.
સમય સાવ ખાલી હોય નહીં કયારેય પણ
માટે ભરેલી એકાદ પળ બનાય તો આવજો.
બહારી દ્રશ્યો સુંદર હોઈ શકે બની શકે ખરા,
છતાં તમારાથી અંદર ઊતરાય તો આવજો.
અને હું કહું છું એ સત્ય હોય માનશો નહીં,
જાત તમારી એરણ પર મૂકાય તો આવજો.
રચના: નિલેશ મથુરદાસ બગથરિયા”નીલ “